Welcome To Leuva Patel Kelavani Mandal Dhoraji

Academics

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ - ધોરાજી

શ્રી લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ - ધોરાજીની આ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાની સ્થાપના આઝાદી પહેલા રાજાશાહી યુગમાં સને તા. ૧૫-૪-૧૯૪૬ ના રોજ દીર્ઘદ્રષ્ટા સ્વ. મોહનલાલ ગોકળભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. લેઉઆ પટેલ જ્ઞાતિની સામાજીક, આર્થિક અને શૈક્ષણિક હાલત કંગાળ સ્થિતીએ હતી. ફંડ શાળામાં પાંચ-દશ રૂપિયા આપવા પણ દુષ્કર હતા. જ્ઞાતિજનોને શિક્ષણનું મહત્વ સમજાવવા માટે પણ ખુબ જ મહેનત કરવી પડતી હતી. ગામડાઓમાં ફંડ ફાળા માટે આગેવાનો જતા ત્યારે જ્ઞાતિજનો આધા પાછા થવા લાગતા. આવા કપરા કાળમાં ધોરાજીની આ બોડીંગનું તા. ૧૫-૪-૧૯૪૬ના રોજ અમરેલીના સ્વ.મોહનલાલ વીરજીભાઈ પટેલના વરદ્ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. અમરેલી અને જામનગર પછી સૌરાષ્ટ્રની આ ત્રીજી બોર્ડીંગ બની. તથા સૌરાષ્ટ્રમાં તાલુકા મથકની આ પ્રથમ બોર્ડીંગ બની. ગામડે ગામડે ફરી શરૂમાં માંડ પંદર વિદ્યાર્થીઓને સમજાવટથી લાવવામાં આવ્યા. માસિક દશ રૂપિયાના લવાજમમાં ગરીબ વિદ્યાર્થીઓને સંપૂર્ણ માફી અને અર્ધ માફી લવાજમથી પણ દાખલ કરવામાં આવેલ. સંસ્થા માટે જયારે જયારે ફંડ -ફાળા કરવાની શરૂઆત થતી ત્યારે ત્યારે ફાળો લખવાનું પણ સંસ્થાના પ્રમુખ શ્રી મોહનબાપા પોતાથી શરૂઆત કરતા.
આ સંસ્થાના આદ્યસ્થાપક સ્વ. મોહનલાલ ગોકળભાઈ પટેલ દીર્ઘદ્રષ્ટા હતા. બોડીંગની પૂરક આવક અને નિભાવ માટે ધોરાજીના ખરાવાડ પ્લોટમાં સને ૧૯૪૮માં સીનેમાં બાંધી ભાડે આપવામાં આવ્યું. આજે શહેરની મધ્યમાં જયાં આ વિશાળ શૈક્ષણિક સામાજીક સંકુલ ઉભુ છે એ જગ્યા સને ૧૯પરની સાલમાં બાર વિઘાનું એક ખેતર હતું જે બોર્ડીંગ માટે ખરીદી લેવામાં આવ્યું. જેનો અડધો ભાગ એસ.ટી. ને બસ સ્ટેશન બનાવવા માટે ભાડે આપી આ રીતે પુરક આવકો ઉભી કરીને સંકુલ વિકસાવવામાં આવ્યું. આમ આ દીર્ઘદ્રષ્ટાએ શૂન્યમાંથી સર્જન કર્યું. 

More
Image

Trusty

Campus Life

Select From Hundreds of Options. More on Campus Life

LPTD Admission

Image

Blog

Select From Hundreds of Options. More on Blog

Events

Select From Hundreds of Options. More on Events

Check Student Stories

Why I choose LPTD Freshman Student

Why I choose LPTD Freshman Student

Why I choose LPTD Freshman Student